Psalms 128

1જે યહોવાહને માન આપે છે
અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
2તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;
તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.

3તારી પત્ની તારા ઘરમાં

ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;
તારાં સંતાનો તારી મેજની આસપાસ
જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
4હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે
તે આશીર્વાદિત થશે.
5યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.
ઇઝરાયલને શાંતિ થાઓ.
6

Copyright information for GujULB